કેવડિયા ખાતે પતંગોત્સવમાં આદિવાસીઓનો કાળા પતંગ ચગાવી વિરોધ

0
6

કેવડિયા,તા.૮
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મંગળવારે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જાકે કેવડિયાની આસપાસના ૧૯ ગામ લોકોએ મંગળવારે કાળા પતંગ ઉડાવીને આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો વિરોધ કર્યો હતો.
મંગળવારથી ઉત્તરાયણ સુધી આદિવાસી પંથકના ૭૨ ગામો વિરોધમાં જાડાશે અને આદિવાસીઓ કાળા કપડા પહેરશે અને ઘર પર કાળી ધજાઓ ફરકાવશે. આદિવાસી નેતા પ્રફુલ વસાવાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મંગળવારે યોજાયેલા પતંગોત્સવનો અમે આદિવાસી લોકો વિરોધ કરીએ છીએ. સરકારે અમારી જમીનો છીનવી લીધી છે. હવે અમે અમારી જમીનો નહીં આપીએ. અમારો વિરોધ સરકાર સામે છે, અમે આગામી દિવસોમાં પણ અમારો વિરોધ યથાવત રાખીશું.
કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના હેલિપેડ ખાતે મંગળવારે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૫ દેશોના ૪૬, ભારતના ૮ રાજ્યોના ૪૦ સહિત ૮૬ પતંગબાજા ભાગ લીધો હતો. અને પ્રવાસીઓ સાથે સ્થાનિક લોકો પણ પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY