ભુજમાંથી ગુમ થયેલ બાળકને ગણતરીના કલાકોમાં શોધી તેના વાલી વારસને પરત સોંપતી પશ્ચિમ કચ્છ પોલીસ

0
501

ભુજ: તા. ૦૬/૦૭/૨૦૧૮ ના રોજ રાત્રિના સાડા નવેક વાગ્યાના સુમારે ભુજ હોટલ ડોલરની પાછળ, રેલ્વે સ્ટેશન પાસે આવેલ આશાપુરા ટાઉનશીપમાં રહેતા બાળક શ્યામ રાજુભાઇ દેડુણ ઉ.વ.૧૨ વાળો રમતા રમતા અચાનક ગુમ થઇ જતા ગુમ થનારના પિતા રાજુભાઇ તથા સોસાયટી ના રહીશો આ બાળકની શોધખોળ કરતા નહીં મળી આવતા જે અંગેની જાણ બાળકના પિતાજી રાજુભાઇએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનને રાત્રિના બેએક વાગ્યાના સુમારે જાણ કરેલ. જે બનાવની ગંભીરતા લઇ શ્રી એમ.એસ.ભરાડા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભુજ શહેરના તમામ નાઇટ રાઉન્ડમાં રહેલ અધિકારીઓને એલર્ટ કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ અને નાઇટ રાઉન્ડમાં રહેલ પોલીસ અધિકારીશ્રીઓની જુદી જુદી ટીમો બનાવી જેમાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એમ.આલ એલ.સી.બી.,ભુજ, પોલીસ ઇન્સ્પેકટરશ્રી બી.આર.ડાંગર એલ.આઇ.બી., ભુજ તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.બી.કોઠીયા ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. તથા શ્રી એન.જે. સરવૈયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રીડર ના.પો.અધિ.શ્રી ભુજનાઓ દ્વારા નાઇટ રાઉન્ડની તમામ પોલીસ મોબાઇલ અને પોલીસ કર્મચારીઓને ગુમ થનાર બાળકને શોધવા માટે બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, આજુબાજુની શાળાઓના ધાબા, મંદિરો, સોસાયટી વિસ્તાર, આજુબાજુની અવાવરૂ જગ્યાઓ, બંધ મકાનો વિગેરે જગ્યાઓએ તપાસ કરતા ગણતરીના કલાકોમાં આજરોજ વહેલી સવારના ક.૦૪.૦૦ વાગ્યે આશાપુરા ટાઉનશીપમાં ગુમ થનારના રહેણાંક મકાન નજીક નવા બનતા મકાનની ચોથા માળની છત ઉપર આ બાળક સુતેલી હાલતમાં પોલીસ ટીમને મળી આવતા સહી સલામત ગુમ થનાર શ્યામને તેના પિતા રાજુભાઇને ક.૦૪.૦૦ વાગ્યે સોંપી આપવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા 9714065405

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY