તાંત્રિક સાપુતારાના ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજારતો હતો
સુરત, તા.૮
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી ચર્ચાસ્પદ બિલીમોરાના તાંત્રિકના ïપ્રકરણમાં અન્ય એક યુવતિએ આ ગુનાની તપાસ કરનાર પીઆઈ રાઠોડ સમક્ષ સ્ફોટક નિવેદન આપ્યું હતું. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, તાંત્રિક શૈલેષ નાયકાએ મને ભ્રમિત કરીને મારી સાથે વારંવાર શરીર સંબંધ બાંધી વીડિયો ક્લિપ ઉતારી હતી. જાકે, તાંત્રિક યુવતિને હંમેશા સાપુતારાના વૈશાલી ગેસ્ટ હાઉસ ખાતે લઈ યુવતીના મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો.
આ કેસની વિગતો એવી છે કે, બીલીમોરાના તાંત્રિક શૈલેષ નાયકા તાંત્રિકવિધિï કરવાના બહાને જુદી-જુદી ત્રણ યુવતીઓને સાપુતારા ખાતે લઈ જતો હતો. જ્યાં વૈશાલી ગેસ્ટ હાઉસમાં લઈ જઇ યુવતીઓ સાથે બળાત્કાર ગુજારી વીડિયો કલીપ ઉતારતો હતો. ૨૧ વર્ષની બયુટી પાર્લર ચલાવતી ચીખલીની યુવતીએ બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોîધી તાંત્રિક ïનાયકાની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી ત્રણ સ્વીફટ કાર પણ કબજે કરી હતી. આ ગુનામાં વાયરલ કરાયેલા વીડિયો તે જાનારા અને અશ્લીલ વીડિયો જાયા બાદ ફરી પાછો વીડિયો વાયરલ કરનારા ૯ ઈસમોના પોલીસે નિવેદનો નોîધ્યા હતા. વલસાડ ખાતે રહેતી અને કોળી પટેલ સમાજની એક અપરિણીત યુવતીએ પણ પોલીસ સમક્ષ નિવેદન નોîધાવ્યું હતું કે, તાંત્રિક શૈલેષ નાયકાએ મને ભ્રમિત કરીને વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને સાથે- સાથે વીડિયો ક્લિપ પણ ઉતારી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




