સ્વામી વિવેકાનંદ જન્મ દિને કાર્યક્રમ યોજાશે
અંકલેશ્વર, તા.૯
દેશના સાચા અર્થમાં સપૂત અને પ્રખર વિદ્વાન એવા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસની ઉજવણી રાષ્ટ્રીય યુવા દિન તરીકે અંકલેશ્વરમાં કરાશે.
અંકલેશ્વર ખાતે કાર્યરત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર દ્વારા તા.૧૨ જાન્યુઆરી સ્વામી વિવેકાનંદના જન્મ દિને ડાયમંડ ચિલ્ડ્રન્સ થિયેટર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં પૂનાના રામકૃષ્ણ મઠ અને મિશનના સ્વામી હરેશાનંદ ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં જીઆઈડીસીની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓપણ ભાગ લેશે અને સ્વામી વિવેકાનંદના જીવનથી માહિતગાર થશે. કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદની શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરાશે. વિશેષ વક્તા દિનેશ સેવક પોતાના અને સ્વામી વિવેકાનંદના વિચારો આવતીકાલની પેઢી સુધી પહોîચાડી સ્વામી વિવેકાનંદનું લક્ષ્ય પણ સમજાવશે. ખાનગી શો રૂમ, દુકાનોમાં પણ સ્વખર્ચે સીસીટીવી કેમેરા લાગી ગયા છે. પરંતુ સરકારી ખર્ચે, સરકારી કચેરીમાં સીસીટીવી લગાવવામાં સીડીએમ મામલતદાર કચેરી પાછી પડી રહી છે. કયા કારણોસર આ દિશામાં સરકારી અધિકારીઓ આગળ નથી વધતા એ વિચાર માંગી લે એવી બાબત છે.
સીસીટીવીની વાત ઉપરાંત આવતા લોકો માટે બેઠકની પણ વ્યવસ્થા જળવાઈ નથી. પીવાના પાણીની વ્યવસ્થા નથી. આટલું મોટું સંકુલ વૃક્ષો વિના તરફડી રહ્નાં છે. સરકાર કે સરકારી બાબુઓ અને નેતાઓ હરિયાળા ગુજરાતની વાતો કરે છે. પરંતુ સરકારી એકમો જ પર્યાવરણ નાગરિક અધિકારની પરવા નથી કરતા એ અંકલેશ્વરની મામલતદાર કચેરીનું સંકુલ જેઈને પુરવાર થાય છે. એજન્ટરાજની ભોગ બનેલી આ કચેરીને સ્થાનિક રાજનેતાઑ પણ કેમ આ બાબતે ટોકતાં નથી. એ પ્રજમાં ચર્ચાનો વિષય છે. સીસીટીવી એટલા માટે નથી લગાવાતા કે એજન્ટોની દલાલીનો અને મામલતદાર કચેરીના અમૂક અધિકારીઅોએ ભેદ ખુલ્લો પડી જાય?? જવાબની રાહ હવે જનતા જાઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




