દારૂ ભરેલી ઈન્ડિકા કાર મૂકીને ખેપિયો ભાગી ગયો
સુરત, તા.૮
માંડવી બરોડીયાવાડ પાસેથી પસાર થતી ટાટા ઈન્ડિકા કારમાંથી પોલીસ વગર પાસ પરમીટની વિદેશી દારૂની ૪૬૮ નંગ બોટલ કિંમત રૂ. ૬૬ હજાર તથા ઈન્ડીકાર કાર મળી કુલ્લે ૧.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યોહતો. જાકે કાર ચાલક પોલીસને જાઈને કાર મૂકીને ફરાર થઈ જતા તેને ચોપડા પર વોન્ટેડ જાહેર બતાવવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંડવી-ટાઉન બરોડીયાવાડ જૂના ગોકુલ સિનેમા રોડ પરથી એક સફેદ કલરની ટાટા ઈન્ડિકા કાર (જીજે-૦૫-સીડી-૪૮૯) પસાર થતી હતી. ત્યારે એએસઆઈ કાળુભાઈ જાબનભાઈ એ કારને ઊભી રાખી જડતી લેતા કારમાંથી વગર પાસ પરમીટની વિદેશી દારૂની બોટલ ૪૬૮ નંગ કિંમત રૂ. ૬૬ હજાર તથા કારની કિંમત રૂ. ૧ લાખ મળી કુલ્લે ૧.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ જતા તેની સામે પ્રોહીબીશ એકટ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



