નવસારી જિલ્લામાં ૯ અને સુરતમાં ૧૪ ડિગ્રી
સુરત, તા.૮
જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહેïલ હિમવર્ષાના પગલે રાજ્યમાં શિતલેહરની અસર છવાઈ છે આજે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં ૭.૮ ડિગ્રી અને ત્યારબાદ વલસાડમાં ૮.૧ ડિગ્રી ન્યુનત્તમ તાપમાન નોîધાયું છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૨૯.૬ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૪.૧ ડિગ્રી નોધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા અને હવાનું દબાણ ૧૦૧૭.૬ મીલીબાર નોîધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે શહેરમાં ૨ ડિગ્રી તાપમાન વધ્યુ છે, પરંતુ સુસવાટાભેર પવના લીધે ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૯ ડિગ્રી નોîધાયું છે. ગતરોજની સરખામણીએ આજે નવસારીમાં ૧ ડિગ્રી તાપમાન ઘટયું છે.
વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું ન્યુનત્તમ તાપમાન ૮.૧ ડિગ્રી નોîધાયું છે જે રાજ્યમાં ગાંધીનગર ૭.૮ ડિગ્રી બાદ સૌથી ઓછુ છે. વલસાડ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્ના છે. હવામાન વિભાગના સૂત્રો મુજબ હજી બે-ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



