દરરોજ ઈન કેમેરા કોર્ટની ઈન્સાફી કાર્યવાહી
સુરત, તા.૮
ડીંડોલી ખાતે ૫ વર્ષની બાળકી સાથે બળાત્કાર ગુજારનાર એક આરોપી સામે ઈન્સાફી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે આરોપી જે મકાન માલિકના ઘરમાં રહેતો હતે તે મકાન માલિકની સર તપાસ આજે કોર્ટ સમક્ષ લેવામાં આવી હતી. જાકે, ગતરોજ બનાવ સ્થળના વીડીયોગ્રાફીના ચાર પંચો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી બે પંચોએ ફરિયાદïને સમર્થન આપતી જુબાની આપી હોવાનું ડીજીપી નયન સુખડવાળાએ જણાવ્યું હતું. આ કેસ ડે ટુ ડે ઈન કેમેરા કોર્ટમાં ચાલી રહ્ના છે.
આ કેસની વિગતો એવી છે કે, ડીંડોલી વિસ્તારમાં ગત મહિનાઅોમાં રોશન નામના આરોપીએ પાંચ વર્ષની માસુમ બાળકાનું અપહરણ કરી ઝાડી ઝાંખરામાં લઈ જઈ બળાત્કાર ગુજારી ફરાર તઈ ગયો હતો. ડીંડોલી પોલીસે આઈપીસી ૩૬૩ તથા ૩૭૬ મુજબનો ગુનો નોîધી તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમ્યાન પોલીસે રોશનની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં આરોપી સામે ચાર્જશીટ રજૂ કરાઈ હતી. ગતરોજ બનાવ સ્થળના વીડીયોગ્રાફીના ચાર પંચો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી બે પંચોએ ફરિયાદને સમર્થન આપતી જુબાની આપી હોવાનું ડીજીપી નયન સુખડવાળાએ જમાવ્યું હતું. કેસની ટ્રાયલ ઈન કેમેરામાં ચાલી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



