મોદી બેકફૂટ પર રમ્યા, પણ દેશનો ખેડૂત ફ્રંટફૂટ પર રમશેઃ રાહુલ ગાંધી

0
5

રાહુલ ગાંધીએ જયપુરમાં ખેડૂતોની રેલીને સંબોધી, સભાસ્થળે લાગ્યા વિચિત્ર પોસ્ટર
મોદી સાડા ચાર વર્ષમાં ખેડૂતોનું માફ કરી શક્્યા નથી
જયપુર,તા.૯
ત્રણ રાજ્યોમાં મળેલી જીત બાદ ખેડૂતોને કરવામાં આવેલો દેવામાફીના વચન પાળી બતાવ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જયપુરમાં ખેડૂતોની રેલીને સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, અમે દેખાડી દીધું છે કે, જે કામ નરેન્દ્ર મોદી છેલ્લા સાડા ચાર વર્ષમાં નથી કરી શક્યા તે અમે માત્ર ૩ દિવસમાં કરી દેખાડ્યું.
રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ખેડૂતોના સારા ભવિષ્ય માટે નવી નીતિઓ બનાવવાની જરૂર છે. નવા વિચારની જરૂર છે. ખેડૂતોની ખેતી દુનિયાના મોટા-મોટા શહેરોને જાડવાનું કામ કરશે. અમારી સરકારે રાજસ્થાનને કોલ્ડ ચેન અને નવી ટેક્નોલોજી આપી ખેડૂતોની જીંદગી બદલવા માંગે છે. ખેડૂતોએ નરેન્દ્ર મોદીને તેમની તાકાતનો પરચો બતાવી દીધો છે, હવે દુનિયાને દેખાડશે.
રાહુલ ગાંધીએ બુધવારે રાજસ્થાનમાં એક રેલીને સંબોધી સંભવતઃ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના પ્રચારનું બ્યુગલ ફૂંકી દીધું છે. તેમણે બુધવારે જયપુર ખાતે એક રેલીને સંબોધી હતી. તેમાં તેમનો મુદ્દો ખેડૂતો પર અને નરેન્દ્ર મોદી પર પ્રહારો કરવા પર કેન્દ્રીત રહ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતનો ખેડૂત હવે બેકફૂટ પર ના રમે. હું ઈચ્છું છું કે, હિંદુસ્તાનનો યુવા, ખેડૂત ફ્રંટફૂટ પર રમે અને છક્કા ફટકારે. નરેન્દ્ર મોદી તો અત્યાર સુધી બેકફૂટ પર રમ્યા છે પણ અમે આમ નહીં કરીએ.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હિંદુસ્તાનના યુવાઓએ હવે કોઈનાથી ડરવાની જરૂર નથી. નરેન્દ્ર મોદીએ ૫ વર્ષમાં જે વાયદા કર્યા. જ્યારે અમે તો ૨ જ દિવસમાં દેવા માફ કરીને દેખાડી દીધા. મોદી સાડા ચાર વર્ષમાં ખેડૂતોનું માફ કરી શક્યા નથી.
રાહુલ ગાંધીએ બુધવારે ફરી એકવાર રાફેલ મુદ્દો ઉખેળ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે રાફેલ ડીલને લઈને તપાસ ઈચ્છએ છીએ. અમે આ માટે જેસીપીની માંગણી પણ કરી શકીએ છીએ. ૫૬ ઈંચની છાતી ધરાવતા વડાપ્રધાન લોકસભામાં એક મીનીટ માટે પણ આવતા નથી. વડાપ્રધાન લોકસભામાં એક પળ માટે પણ આવ્યા નહીં જ્યારે રક્ષામંત્રી સદનમાં બે સવા બે કલાક ભાષણ આપ્યું. અમે તેમના એકે એક જુઠ્ઠાણાની પોલ ખોલી નાખી છે. સંરક્ષણ મંત્રી અમારા સીધા સવાલનો સીધો જવાબ નથી આપી રહ્યાં.
રાજસ્થાનમાં રાહુલ ગાંધીએ સભાસ્થળ પર નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં વડાપ્રધાન મોદી અને અનિલ અંબાણીને એકસાથે જ દેખાડવામાં આવ્યા છે. આ પોસ્ટર દ્વારા રાફેલ ડીલને કૌભાંડ તરીકે દર્શાવતા કેન્દ્ર સરકાર પર નિસાન સાધવામાં આવ્યું છે. પોસ્ટરના માધ્યમથી ૧૩ હજાર કરોડના ગોટાળાના આરોપ લગાવવામાં આવ્યા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY