વીજ તારમાં ફસાયેલો પતંગ કાઢવા જતા બાળક દાઝી ગયો

0
11

સુરત,તા.૯

ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે નાના બાળકોથી લઇને મોટેરાઓમાં પતંગ ચગાવવાનો ઉત્સાહ વધતો જાવા મળી રહ્યો છે. તો સાથે સાથે પગંતની દોરીથી ઘાયલ થવા અને પતંગ લેવા જતાં વીજ કરંટ લાગવાના બનાવો પણ બનવા લાગ્યા છે. ત્યારે સુરતમાં આવો જ એક કિસ્સો બન્યો છે. ભેસ્તાનમાં વીજ તારમાં ફસાઇ ગયેલો પતંગ કાઢવા જતા બાળક ગંભીર રીતે ધાઝી ગયો હતો. જેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

હોસ્પિટલના સુત્રોના જણાવ્યા પ્રમાણે સુરતના ભેસ્તાનના ગણેશનગરમાં રહેતા ધીરજભાઈ સોની મૂળ યુપી-બનારસના વતની છે. તેઓ સાડીમાં સ્ટોટન બનાવવાનું કામ કરે છે. તેમને સંતાનમાં બે પુત્રો છે. જે પૈકી ૬ વર્ષીય શિવમ સોમવારે સાંજે ઘર પાસે પતંગ ચગાવતો હતો ત્યારે પતંગ વીજ વાયરમાં ફસાઇ ગયો હતો. જે પતંગ કાઢવા જતા વાયરમાં જારદાર ધડાકો થયો હતો. અને બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. શિવમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ હસેડાયો હતો. શિવમની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય એક અકસ્માતના બનાવની વાત કરીએ તો સુરતના વરિયાવતનાકતારા ગામે ખુલ્લા પડાવમાં રહેતો ૨૩ વર્ષીય સુનિલ મંગુભાઇ ગૌડ મજૂરી કામ કરતો હતો. ગત તા. ૬ના રોજ રાત્રે તે ગામના કૂવામાં પામઈ ભરવા ગયો હતો. દરમિયાન પાણઈ ભરતી વેળા બેલેન્સ હની રહેતા કૂવામાં પડી ગયો હતો. બનાવ અંગેજામ થતા જ ફાયરની ટીમે સુનિલની લાશ બહાર કાઢી હતી. કૂવામાં ડૂબી જતાં તેનું મોતથયું હતું. જહાંગીરપુરા પોલીસે અકસ્માતે મોતની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY