ચીને વિકસાવ્યું ‘આધુનિક સમુદ્રી રડાર’, ભારતની હિલચાલ પર રાખશે બાજ નજર

0
7

આ સિસ્ટમ દુશ્મનોના જહાજા, વિમાનો અને મિસાઇલાના ખતરાને લઇને ઘણા પહેલાથી પોતાના દેશની ફોજને એલર્ટ કરી શકશે
બેઇજીંગ,તા.૯
ચીને કામ્પેક્ટ સાઇઝનું એક એવું આધુનિક સમુદ્રી રડાર વિકસિત કર્યું છે જે આખા ભારત પર સતત નજર રાખી રહ્યું છે. જો કે, ચીનના નવા રડારની ક્ષમતા એટલી વધુ છે કે તે કોઇ નાની મોટો ભાગ જ નહીં પરંતુ આખા ભારત ઉપર તેની નજર રાખી શકે છે.
બુધવારે મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘરેલૂ સ્તર પર વિકસિત કરવામાં આવેલા આ રડાર સિસ્ટમ મારફતે ચીનની નૌસેના દેશના સમુદ્ધી વિસ્તારો પર પુરી રીતે નજર રાખી શકશે. તેની સાથે આ સિસ્ટમ હાલના ટેક્નોલોજીની તુલનામાં દુશ્મનોના જહાજા, વિમાનો અને મિસાઇલાના ખતરાને લઇને ઘણા પહેલાથી પોતાના દેશની ફોજને એલર્ટ કરી શકશે.
હાંગકાંગ સ્થિત સાઉથ ચાઇના મા‹નગ પોસ્ટે ચીનના આ ઓવર-ધ-હારિજન રડાર પ્રોગ્રામમાં સામેલ વૈજ્ઞાનિકોના હવાલાથી આ જાણકારી આપી છે. પોસ્ટના મતે, ચાઇનીઝ એકેડમી ઓફ સાઇંસેજના શિક્ષાવિદ લિયૂ યોંગતાને ચીનની રડાર ટેક્નોલોજીને અપગ્રેડ કરવાનો શ્રેય જાય છે. ચાઇનીઝ એકેડમી ઓફ એન્જિનિયરિંગનું પણ મહત્વપૂર્ણ યોગદાન છે.
આ આધુનિક કોમ્પેક્ટ સાઇઝના રડારની સૌથી મોટી ખાસિયત એ છે કે પીએલએ નેવીના વિમાનવાહક બેડામાં તૈનાત કર્યા બાદ આ કોઇ એક ભાગનું નહીં પરંતુ આખા ભારત ઉપર નજર રાખી શકશે. ચીન માટે આ રડાર કેટલું મહત્વપૂર્ણ છે, તેનો અંદાજા તે વાતથી લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિએ આ રડારને વિકસિત કરવા માટે યોંગતાન અને એક અન્ય મિલિટ્રી સાઇંટિસ્ટ કિયાન ક્વિહૂને વિજ્ઞાન ક્ષેત્રે આપવામાં આવતા દેશના સૌથી મોટા પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
કિયાનને દેશની માડર્ન ડિફેંસ એન્જિનિયરિંગ માટે સૈદ્ધાંતિક પ્રણાલી તૈયાર કરવા માટે સમ્માનથી નવાઝવામાં આવ્યા હતા. તેમણે અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર શેલ્ટ ફસિલટીજ તૈયાર કરવામાં પણ મોટી ભૂમિકા નિભાવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY