ઝઘડાની અદાવતમાં મજૂરને ચપ્પુ મરાયું

0
7

સુરત, તા. ૧૦
સલાબતપુરા-ગોપીતળાવ મેઈન ગેટ પાસે અગાઉ થયેલા ઝઘડા અને કોર્ટ કેશની અદાવત રાખી એક મજૂર પર ચાકુ વડે હુમલો કરી શરીરના જુદા જુદા ભાગો પર ઈજાઓ પહોંચાડી ત્રણ ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવો પોલીસ ચોપડે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રૂસ્તમપુરા અકબર સઈઘને ટેકરો ઝમઝમ મસ્જિદ પાસે ઈદરીશખાન ઈકબાલ ખાન પઠાણ રહે છે. તે પોતે છૂટક મજૂરી કરે છે. ગતરોજ વહેલી સવારે આરોપી સૈયદ મુસ્તાક, શાહરૂખ અને અગ્ગા નામના ત્રણ આરોપીઓએ જાફર નામના ઈસમ સાથે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી તેમજ કોર્ટ કેસમાં સમાધાન કરવા આ બાબતે ઝઘડો કરી ચાકુ વડે ઈદરીશખાન પઠાણ પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત મજુર યુવકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઅોની ધરપકડ કરવના ચક્રોગતિમાન કર્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY