કેન્દ્રીય વિદ્યાલયમાં ધો-૯નાં બે વિદ્યાર્થીઓને શિક્ષકે ઢોર માર મારતા હોબાળો

0
21

રાજકોટ,તા.૨૬
શહેરના કાલાવડ રોડ પરની કેન્દ્રીય વિદ્યાલયમાં એક શિક્ષકે બે વિધાર્થીઓને ઢોર માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાની જાણ થતાં વાલીઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તેમજ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે પોલીસ કાફલો પણ શાળાએ દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ક્લાસમાં અવાજ થતો હોઈ રોષે ભરાયેલા શિક્ષકે બંને વિદ્યાર્થીને માર માર્યા હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના કાલાવડ રોડ પર આવેલી કેન્દ્રીય વિધાલયમાં ધોરણ-૯ માં અભ્યાસ કરતા રૂદ્ર પરાગભાઈ દેસાઈ અને ધનદ તુષારભાઈ પરીખ નામના બે વિદ્યાર્થીઓને પ્રશાંતકુમાર નામના સાયન્સના શિક્ષકે ઢોર માર માર્યો હતો. જેમાં પ્રથમ ચાલુ ક્લાસે ધડાધડ લાફા ઝીકી દીધા બાદ પણ શિક્ષકનો રોષ ટાઢો ન પડતા આડેધડ ઢીકા-પાટુનો માર પણ માર્યો હતો. ઘટનાને પગલે વાલીઓના ટોળા સહિત પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોતાના પિરિયડમાં અવાજ થતો હોવાથી રોષે ભરાયેલા શિક્ષકે આ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. જો કે બાદમાં પ્રિન્સીપાલ અંબરીશકુમાર ગુપ્તાએ જવાબદાર શિક્ષક વિરૂધ્ધ કડક હાથે કામ લઈ કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY