વરાછામાં મોપેડને ટક્કરમારી રોકડા રૂા. એક લાખની તફડંચી

0
7

અકસ્માત કરનાર બે લોકો રોકડા રૂપિયા ચોરી ગયા
સુરત, તા. ૧૦
વરાછામાં મોપેડથી ટક્કર મારી બે અજાણ્યા યુવકો રાહદારીના ખિસ્સામાંથી રોકડા રૂપિયા એક લાખની ચોરી કરી ગયા હતા.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યોગી ચોક શિવમંદિર સોસાયટીમાં રહેતા જનકભાઈ જેઠાભાઈ ચભાડિયા માતાવાડી મોહનની ચાલ પાસેથી પસાર થતાં હતા, ત્યારે મોપેડ સીવાર બે અજાણ્યા યુવકોએ ફરિયાદીને ટક્કર મારી ખિસ્સામાંથી રોકડા રૂપિયા એક લાખ સેરવી લીધા હતા. વરાછા પોલીસે ચોરીનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે. આમ વરાછામાં મોપેડને ટક્કરમારી રોકડા રૂ. એક લાખની અજાણ્યા યુવકો દ્વારા તફડંચી કરી ગયા હોવાની ફરિયાદ વરાછા પોલીસ મથકે નોંધાવવા પામી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY