બૂટલેગરો બન્યા બેખૌફ, ૪ લાખનો વિદેશી દારૂ ઘરમાં જ સંતાડ્યો

0
10

ભીલોડા,તા.૨૨
ભાણમેર ગામે બૂટલેગરે ઘરમાં રાખેલો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. ઘરમાં શોરૂમ હોય તેવી રીતે તિજારી, કબાટ અને રસોડામાં બનાવેલા ભોંયરામાં સંતાડી હતો. પોલીસે ૩,૯૩,૫૫૦નો વિદેશી દારૂ અને રોકડા ૭૭ હજાર કબજે કર્યા હતા.
ભાણમેરનો દિલીપ ઉર્ફે દાદુ સકરાભાઈ ડામોરેએ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને પગલે ભિલોડા પોલીસે રેડ કરીને બંધ મકાનનું તાળું તોડીને તિજારી, કબાટ અને રસોડાના ભોંયરામાંથી વિદેશી દારૂ અને બીયરના ૧૩૦૮ નંગ કબ્જે કર્યા હતા. બૂટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY