ગ્રીનડર સોફટવેરની મદદથી મિત્રતા કેળવી
પાંચ યુવકોની જાળમાં સપડાયેલા પુરુષે ફરિયાદ નોંધાવતા ચોક પોલીસ છટકુ ગોઠવી એક આરોપીને ઝડપી પાડયો
સુરત, તા. ૧૦
ગ્રીનડર નામના સોફટવેરથી પુરુષો સાથે મિત્રતા કરનાર બાય સેક્સયુઅલને પુરુષને ભારે પડ્યુ હતું. પાંચ યુવકોએ બોલાવી રૂમમાં લઈ જઈ મુખમૈથુન કરાવી મોબાઈલ ફોન રેકોડિંગ કરી રૂપિયા પાંચ લાખની માગણી કરી હતી. આ અંગે ફરિયાદીએ પોલીસને ફરિયાદ કરતાં એક પોલીસે છટકુ ગોઠવી ચેક યુવકને ઝડપી પાડયો હતો.
ચોક પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બાયડ સેક્સયુઅલ ધરાવતા પુરુષે ગ્રીનડર નામના સોફટવેરથી મિત્રતા થતા આરોપી રાજુએ ફરિયાદીને રૂમ ઉપર બોલાવ્યો હતો. જ્યારે ફરિયાદીએ પોતાની મરજીથી મુખમૈથુન કર્યું હતું. જે અંગે આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનના રેકોર્ડિંગ કરી લીધુ હતું. આ વીડિયો ક્લિપ ફરિયાદીના પરિવારને મોકલી આપવાની ધમકી આપી ફરિયાદ પાંચ લાખની માગણી કરી હતી. ત્યારબાદ રૂપિયા ૬૦ હજારની માગણી કરતા ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી. ચોક પોલીસ છટકુ ગોઠવતા આરોપી કિરીટ ઝડપાઈ ગયો હતો. ચોક પોલીસે રાજુ-કિરીટ અને અન્ય ત્રણ જણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



