રાણીતળાવ મોટી મસ્જિદ પાસે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

0
53

રૂસ્તમપુરા મેઈન રોડ પરથી દબાણો ખસેડી લેવાયા
સુરત, તા.૧૦
સેન્ટ્રલ ઝોનના ડે.કમિશનર અને કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧૨, નોંધ નં.૪૩૭, ૪૩૮/૧, ૪૩૮/૨, ૪૪૧ રાણીતળાવ મોટી મસ્જિદની સામે વાળી મિલ્કતમાં મિલ્કતદાર તથા અન્યો દ્વારા સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા તા.૯-૧-૨૦૧૯નાં રોજ સેન્ટ્રલ જાનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતામાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદતી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત આશરે ૫૧૦ ચો.ફુટ આર.સી.સી. સ્લેબ, ૨૦૦ ચો.ફુટ ચણતર તથા બે આર.સી.સી. કોલમ દુર કરવામાં આવેલ છે. ઉપરાંત સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં તા.૯-૧-૨૦૧૯નાં રોજ શહેર વિકાસ વિભાગ, દબાણ વિભાગ તેમજ વોચ એન્ડ વોર્ડ વિભાગના સ્ટાફ દ્વારા સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ રૂસ્તમપુરા રાવણતાડ પોલીસ ચોકીની આજુબાજુનો વિસ્તારો તથા રાવણતાડ પોલીસ ચોકીથી રૂસ્તમપુરા મેઈન રોડ, મોમનાવાડ આંગણવાડીની આજુબાજુ પરથી દબાણ દુર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ. જેમાં કુલ બંધ લારી ૪ અને અન્ય પરચુરણ સામાન ૨ ટ્રક જમા લઈ દંડ પેટે રૂ.૩૦૦૦ વસુલ લેવામાં આવેલ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY