વેપારી પાસે ઓનલાઇન સાડી મંગાવી દિલ્હીની કંપનીએ છેતરપીંડી કરી

0
82

સુરત,તા.૧૦
સુરતના પુણા વિસ્તારમાં ઘરેથી જ ઓનલાઇન સાડીનો વેપાર કરતા રાજસ્થાની યુવાન પાસે દિલ્હીની અર્નિત પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ચાર માસના સમયગાળામાં રૂ.૪.૨૫ લાખની સાડી મંગાવી માત્ર રૂ.૧.૬૧ લાખનું પેમેન્ટ કર્યું હતું.
બાકી પેમેન્ટ રૂપિયા.૨.૬૪ લાખ માટે વારંવાર રજૂઆત કરવા છતાં પેમેન્ટ નહીં કરતા આખરે યુવાને પુણા પોલીસ મથકમાં કંપનીની બે મહિલા ડીરેક્ટર સહિત ત્રણ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં પુણાગામ ભૈયાનગર મહાવીર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર ૨૦૧ માં રહેતા ૨૬ વર્ષીય કનૈયાભાઈ રામગોપાલ સહાની પોતાના ઘરેથી ઓનલાઈન સાડીનો વેપાર કરે છે. લગભગ નવ માસ અગાઉ તેમનો પરિચય ઓનલાઈન વિવિધ પ્રોડક્ટ વેચાણ કરતી દિલ્હીની કંપની અર્નિત રિટેલ પ્રાઇવેટ લિમિટેડના સંચાલકો સાથે થયો હતો. કંપનીના વહીવટકર્તા અમૃતસિંહ રાઠોડે કનૈયાભાઇને ફોન કરી જણાવ્યું હતું કે જા તમે અમને માલ આપશો તો તેનું પેમેન્ટ ૪૫ થી ૬૦ દિવસમાં કરીશું. આથી કનૈયાભાઈએ તેમના તરફથી મળેલા ઓર્ડર મુજબ ૧ મે ૨૦૧૮ ના રોજ રૂ.૬૬૦ ની કિંમત ની સાડી કુરીયર દ્વારા દ્વારા મોકલી આપી હતી.
જાકે, કંપનીએ તેનું પેમેન્ટ કર્યું ન હતું અને અમૃતસિંહે ફરી રૂ.૨૭૨૦ ની કિંમત ની સાડીઓ મંગાવી તમામ પેમેન્ટ એકીસાથે ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ તેમણે પેમેન્ટ ન કરતા કનૈયા ભાઈ મેઇલ ઉપર વાતચીત કરી તો તેમણે જણાવ્યું હતું કે તમે વધુ માલ મોકલશો તો જ તમને તમારું પેમેન્ટ મળશે, હાલ અમારી પાસે પૈસા નથી. કનૈયાભાઈને આમ વિશ્વાસમાં લઈ અમૃતસિંહ રાઠોડ અને કંપનીના બે મહિલા ડીરેક્ટર રાહી જૈન તેમજ આરતી શર્માએ ત્યારબાદ પહેલી જુલાઈ ૨૦૧૮ ના રોજ રૂ.૧,૩૮,૧૧૦ ની , પહેલી ઓગષ્ટ ૨૦૧૮ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન રૂ. ૨,૮૪,૦૧૬ ની સાડીઓ મંગાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY