સિડની,તા.૧૦
ટેસ્ટ સીરીઝમાં ખરાબ રીતે હારનો સામનો કરનાર ઓસ્ટ્રેલિયાને વન-સીરીઝ પહેલાં જ જારદાર આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ૧૨ જાન્યુઆરીથી ત્રણ મેચોની સીરીઝ રમવામાં આવશે. પરંતુ સિડનીમાં થનાર આ મેચ પહેલાં જ તેના ઓલરાઉન્ડર મિચેલ માર્શ ટીમમાંથી બહાર થઇ ગયા છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ના અનુસાર ટીમને ઓલરાઉંડર મિચેલ માર્શ બીમાર હોવાના લીધે ભારત વિરૂદ્ધ પ્રથમ મેચમાં રમી શકશે નહી. એટલા માટે ઘરેલૂ ટીમને અનકેપ ખેલાડી એશ્ટન ટર્નરને તેમના કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મિચેલ માર્શ પેટ સંબંધિત સમસ્યાના લીધે ગત બે દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.
ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે કહ્યું કે મિચેલ માર્શ ભારત વિરૂદ્ધ શનિવારે યોજાનાર પ્રથમ વનડેમાં રમશે નહી. એડિલેડમાં ૧૫ જાન્યુઆરી અને મેલબોર્નમાં ૧૮ જાન્યુઆરીના રોજ યોજાનારી આગામી બે મેચ પહેલાં તેમની સ્થિતિનું નિરિક્ષણ કરવામાં આવશે.
જસ્ટિન લેંગરે કહ્યું કે ૨૫ વર્ષના ટર્નર બિગ બૈશ લીગમાં સારા ફોર્મમાં છે. તેમની ગત ત્રણ ઇનિંગ ૬૦ રન અણનમ, ૪૭ અને ૪૩ રન અણનમ રહી છે. એટલા માટે તેમને કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમણે ૨૦૧૭માં ત્રણ ટી૨૦ ઈંટરનેશનલ મેચ રમશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





