ચોરી કરી હોવાની શંકા રાખી યુવકને ફટકારાયો

0
9

સુરત, તા. ૧૧
કતાગામ- ઉત્કલનગર તરફ જવાના રસ્તા પર ચોરી કરી હોવાનો વહેમ રાખી એક યુવકને લાકડાના ફટકા વડે માર મરાયો હોવાનો બનાવ કતારગામ પોલીસ મથકમાં ત્રણ આરોપીઓ સામે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ ઓરિસ્સા ગંજામ જિલ્લામાં વતની અને હાલમાં ઉધના ચીકુવાડી સોનલ ઈન્ડસ્ટ્રીઝ ખાતે રહેતો ડગર હજારી ખલીયા પ્રધાન છૂટક નોકરી કરે છે. ગત રોજ તે કતારગામ ઉત્કલનગર પાસેથી પસાર થતો હતો. ત્યારે જીતુ શાહ, અનિલ પ્રધાન અનેઅ શોક શાહુ નામના ત્રણ આરોપીઓએ રૂ. દસ હજારની ચોરી કરી હોવાનો વહેમ રાખી-અદાવત રાખી લાકડાના ફટકા વડે ડગરી હજારી પ્રધાન પર હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મારા-મારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY