અદાલતમાં બચાવ પક્ષ અને સરકાર પક્ષની અંતિમ દલીલો પૂરી
સુરત, તા. ૧૧
શહેરની પીડિતા સાથે બળાત્કાર ગુજારવાના એક કિસ્સામાં સરકાર અને બચાવ પક્ષના એડવોકેટોની અંતિમ દલીલો પૂરી થતા ૨૩મી જાન્યુઆરીના રોજ અદાલત ચૂકાદો સંભળાવે તેવી શક્યતાઅો હોવાનું બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ અને વિરલ ચલીયાવાળાએ જણાવ્યું હતું.
આ કેસની ટૂંક વિગતો એવી છે કે, ગત તા. ૬ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ જહાંગીરપુરા પોલીસ મથકમાં શહેરની બે પીડિતાઓએ આશારામબાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન સામે બળાત્કારની ફરિયાદ નોîધાવી હતી. બળાત્કારનો ગુનો અમદાવાદ-ચાંદખેડા પોલીસ મથકની હદમાં બન્યો હતો. એટલે આ બળાત્કારની ફરિયાદ ઝીરો નંબરથી અમદાવાદ મોકલી દેવાઈ હતી. જ્યારે નારાયણ સાંઈ દ્વારા કરવામાં આવેલો બળાત્કારનો ગુનો જહાંગીરપુરા આશ્રમ ખાતે બન્યો હોવાના કારણે આ ફરિયાદ જહાંગીરપુરા પોલીસ મથકમાં નોંધાઈ હતી તત્કાલિન એસીપી મુનશીએ કુરૂક્ષેત્ર હરિયાણા ખાતેથી નારાયણ સાંઈની ધરપકડ કરી હતી. લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. નારાયણ સાંઈ છેલ્લા ૫ વર્ષથી લાજપોર જેલમાં નારાયણ સાઈની ધરપકડ ૬ ઠ્ઠી ડિસેમ્બર-૨૦૧૩ના રોજ કરવામાં આવી હતી. નારાયણ સાઈ સામે પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બદ તેની સામે ઈન્સાફી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ગુનામાં પુરાવાઅો, પંચનામા, એફએસએલ તેમજ સિવિલના ડોક્ટરો, પીડિતા, સાહેદોની સર અને ઉલટ તપાસ લેવામાંઆવ્યા બાદ બચાવ પક્ષના એડવોકેટના અંતિમ દલીલોના તબક્કો શરૂ થયો હતો. જે પૂર્ણ થતા નારાયણ સાંઈ બળાત્કાર કેસનો અંતિમ ચુકાદો ૨૩મી જાન્યુઆરીના રોજ આવવાની શક્યતાઓ રહેલી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



