અંક્લેશ્વરમા થયેલ મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલી બીજા ૩૫ શંકાસ્પદ મોબાઇલો શોધી કાઢતી ભરૂચ એલ.સી.બી.

0
5

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી ભરૂચ જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા મળેલ સુચના અંનુસધાને એલ.સી.બી ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. કે.જે.ધડુક નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બીના પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઈ.વાય.જી.ગઢવી તથા પોલીસ માણસો ની ટીમ બનાવી કાર્યરત હતા. દરમ્યાન અંક્લેશ્વર શહેર પોસ્ટે. ગુ.ર.નં-  ૨૬૮/૧૮ ઇ.પી.કો.ક-૩૭૯ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન બાબતે મળેલ બાતમી હકીકત આધારે ઝઘડીયા ખાતેથી મહંમદજાબીર ઉર્ફે સદ્દામ મુનીરૂદીન મન્સુરી રહે- સુલતાનપુરા,મુસ્તુફા મહોલ્લા,જુના પેટ્રોલપંપ પાછળ તા-ઝઘડીયા જી-ભરૂચ નાઓ પાસેથી ઉપરોક્ત ચોરીમા ગયેલ મોબાઇલ ફોન કબ્જે કરવામા આવેલ તેમજ પુછપરછ દરમ્યાન તેના કબજામાંથી બિલ કે આધારપુરાવા વગરના અલગ-અલગ કંપનીના બીજા ૦૯ મોબાઇલ મળી કુલ-૧૦ મોબાઇલ ફોન મળી આવેલ

તેમજ સદર મોબાઇલ ફોન ઝઘડીયા તાલુકા ના નાનાસાંજા ગામે રહેતો ઇસમ વેચી ગયેલ હોવાની હકીકત જણાતા નાના:સાંજા ગામે થી હરેશભાઇ 5/0 અર્જુનભાઇ સખારામ ચિત્તે રહે.હાલ નાનાસાંજા,કવાર્ટર ફળીયુ,મંગાભાઇ પરસોત્તમ વસાવા ના ઘરે તા-ઝઘડીયા જી-ભરૂચ મુળ રહે- કીશનવાડી ઝુપડપટ્ટી, વડોદરા શહેર નાને અટકાયતમાં લઇ પુછપરછ કરતા ભરૂચ,અંક્લેશ્વર તથા વદોદરા ખાતે અલગ-અલગ જગ્યાઓએ મોબાઇલ ફોન ચોરી કરી વેચાણ કરેલ હોવાની કબુલાત કરેલ તેમજ ત્તેની પાસેથી ચોરી કરી મેળવેલ અલગ-અલગ કંપનીના બીજા-૨૩ મોબાઇલ ફોન મળી આવતા કબ્જે કરવામા આવેલ

તેમજ વાલીયા ખાતે પણ મોબાઇલ વેચાણ કરેલ હોવાની કબુલાત કરતા વાલીયા બજાર ખાતે થી બે ઇસમો જેમા (૧) પ્રિતમકુમાર ઉર્ફે પીન્ટુ હનુમાનપ્રસાદ વારડે રહે વાલીયા, વિશ્વકર્માનગર,લુણા રોડ,નહેર પાસે તા-વાલીયા જી-ભરૂચ નાઓ પાસેથી એક મોબાઇલ ફોન તથા (૨) પિનલકુમાર ઉર્ફે પિન્કેશ બાબુભાઇ શાહ રહે-વાલીયા,મેઇન બજાર,કબુતર ખાના તા-વાલીયા જી-ભરૂચ નાઓ પાસેથી એક મોબાઇલ ફોન મળી આવતા કબ્જે કરવામા આવેલ આમ ઉપરોક્ત ચારેય ઇસમો ના કબ્જામાંથી મળી આવેલ અલગ-અલગ કંપનીના ફુલ-૩૫ મોબાઇલ ફોન જેની કુલ કી.રૂ.૧,૬૨,૦૦૦/- બાબતે કોઇ બિલ કે આધાર પુરાવા રજુ કરેલ ન હોય કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ છે અને ઉપરોક્ત ચારેય ઇસમોને અટકાયત મા લઇ વધુ તપાસ હાથ ધરવામા આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY