રાંદેર ઝોને વેરા નહીં ભરાતા ૨૪ મિલ્કતો સીલ કરી
સુરત, તા.૧૨
મ્યુનિ. કમિશનરના આદેશાનુસાર તથા ડે.કમિશનરની સૂચના અનુસાર સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન આકારણી અને વસુલાત વિભાગ દ્વારા અડાજણ વોર્ડ નં.૧૭ બીમાં વેરા વસૂલાતની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ. જે અંતર્ગત કુલ ૨૪ મિલ્કતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરતા કુલ ૧૨ મિલ્કતદાર દ્વારા રૂ.૧૩,૪૩,૭૨૦ મિલ્કતદાર દ્વારા સ્થળ પર જ વસૂલ લેવામાં આવેલ છે. તેમજ ૮ મિલ્કતના માલિકો દ્વારા રૂ.૨૭,૧૯,૫૦૦ના એડવાન્સ ચેક વસૂલ લેવામાં આવેલ છે. ઉપરાંત ૪ જેટલી મિલ્કતોનો વેરો ભરપાઈ ન કરતાં મિલ્કતોને સીલ કરવામાં આવેલ છે.
રાંદેર ઝોનનાં આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા આવનાર દિવસોમાં વેરા વસૂલાત બાબતે વધુ કડક કાર્યવાહી કરનાર છે. જેમાં મિલ્કતોનાં નળ જાડાણ કાપવા તથા ખુલ્લા પ્લોટો ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જેથી જે મિલકતદારોનો વેરો બાકી હોય તે બાકીદારોએ તેઅોના બાકી પડતા મિલ્કતના વેરા તાકીદે ભરપાઈ કરવા જણાવવામાં આવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




