સેન્ટ્રલ ઝોને બે સ્થળોએ ડીમોલીશન હાથ ધર્યું
સુરત, તા.૧૨
સેન્ટ્રલ ઝોનના ડે.કમિશનર અને કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૨ સગરામપુરા નોંધ નં.૧૯૬૦/૩/અ/૧૪(૧†૩), માલી ફળીયા, સગરામપુરા વાળી મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા.૧૧-૧-૨૦૧૯ ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાના સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સિકયોરિટી સ્ટાફની મદદથી ડિમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત પ્રથમથી પાંચમાં માળે માર્જીન ઓટીએસમાં કવર્ડ કરેલ ગેરકાયદેસર બાંધકામ આશરે ૨૦૦૦ ચો.ફુટ આર.સી.સી. સ્લેબ તથા ૫૦૦ ચો.ફુટ ચણતર દુર કરવામાં આવેલ છે. સદર મિલ્કતમાં ડિમોલીશન પેટે મિલ્કતદાર પાસે કુલ રૂ.૫૫૦૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે. તેમજ સલાબતપુરા નોંધ નં.૭૯૧, ૧૯૨, ૧૯૩/બ, નવાપુરા કરવા રોડ વાળી મિલ્કતમાં સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા.૧૧-૧-૨૦૧૯નાં રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાના સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સિક્યોરિટી સ્ટાફની મદદથી ડીમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત પાંચમાં માળે કરેલ ગેરકાયદેસર બાંધકામ આશરે ૮૩૦ ચો.ફુટ આર.સી.સી. સ્લેબ દુર કરવામાં આવેલ છે. સદર મિલ્કતમાં ડિમોલીશન પેટે મિલ્કતદાર પાસે કુલ રૂ.૯૦ હજાર વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



