સુરત, તા.૧૨
ઉમરા ગેલ કોલોની રોડ પાસેથી પસાર થતી એક મહિલાના ગળામાં પહેરેલુ સોનાનું ૧૮ ગ્રામના વજનવાળુ મંગળસૂત્રની લૂંટ કરી મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા લૂંટારૂઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ ઉમરા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરા વિસ્તારમાં રહેતી એક મહિલા ગતરોજ સાંજના સુમારે ગેટ કોલોની પાસેથી પસાર થતી હતી. ત્યારે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરના બે અજાણ્યા યુવાનો મોટર સાયકલ પર આવી તેમના ગળામાંથી ૧૮ ગ્રામનું સોનાનું મંગળસૂત્ર કિંમત રૂ.૬૦ હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.મહિલાએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાના સ્થળનું નિરીક્ષણ કરી આસપાસ દુકાનો તથા ઓફિસોના સીસીટીવી ફુટેજ તથા સાહેદોના નિવેદનો લેવાની તજવીજ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



