રાધાકૃષ્ણ માર્કેટ આજે બંધ રહેતા પોલીસ તંત્રને હાશકારો

0
22

સલાબતપુરા પોલીસે ચોરીની તપાસ આગળ વધારી
સુરત, તા.૧૨
આરકેટી માર્કેટમાં સિક્યુરિટી દ્વારા ચોરી થતી હોવાનો કૌભાંડ સીસીટીવી ફુટેજ દ્વારા ઉજાગર થતા આજે સતત ચોથા દિવસે પણ માર્કેટમાં હડતાળ યથાવત રહી છે. આજે માર્કેટ સંપૂર્ણપણે બંધ રહેતાં પોલીસે રાહત અનુભવી છે અને તપાસ આગળ વધારી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરકેટી માર્કેટમાં સિક્યુરિટી એજન્સીના સ્ટાફ દ્વારા રવિવારે રજાના દિવસે સાંજના સમયે ડુપ્લીકેટ ચાવીથી દુકાનનું તાળુ ખોલી ચોરી કરવામાં આવતી હતી. છેલ્લા ત્રણ દિવસથી માર્કેટના ૪ હજાર દુકાનદારો અને કર્મચારીઓનું ટોળુ માર્કેટ પરિસરમાં જમા થઈ જતાં ટોળાને સાચવવામાં જ પોલીસ વ્યસ્ત રહેતી હતી. ગતરોજ આરકેટી માર્કેટ ચોરી પ્રકરણમાં પોલીસ અને ફોસ્ટા સાથે વાતચીત કરવા માટે ૩૫ સભ્યોની ટીમ નિયુક્ત થવાની સાથે આજે માર્કેટ સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવી છે. આવતીકાલે રવિવારની રજા અને સોમવારે ઉત્તરાયણની રજા હોવાથી હવે મંગળવારે જ આરકેટી માર્કેટ ખુલે તેવી શક્યતા છે. સલાબતપુરા પોલીસે આરકેટી માર્કેટમાંથી ચોરી થયેલ પાર્સલ અને માલ સામાનના મુદ્દે ત્રણ ફરિયાદો નોîધી હતી. જે પૈકી ૧.૬૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવયો છે. સલાબતપુરા પોલીસે ધરપકડ કરેલ બે સિક્યુરિટી ગાર્ડની વધુ પૂછપરછ કરી તપાસને આગળ વધારવામાં આવી રહી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY