બે સિક્યુરિટી ગાર્ડની ધરપકડ બાદ તપાસમાં કુલ ૧.૬૬ કરોડનો ચોરીનો માલ પકડાયો
સુરત, તા.૧૨
સલાબતપુરા-રિંગરોડ આરકેટી માર્કેટના મસમોટા ચોરી કૌભાંડના મામલે ધનિષ્ઠ તપાસ કરી રહેલી સલાબતપુરા પોલીસ મથકના પીએસઆઈ કઠવાવે વધુ ૫૦.૭૬ લાખ રૂપિયાનો મુદામાલ બેગમપુરાના એમ.એશ. ટેક્ષ્ટાઈલ માંથી કબજે કરી અન્ય બે સિક્યુરિટી જવાનોની ધરપકડ કરી હતી. એવુ સલાબદતપુરા પોલીસ મથકના પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સલાબતપુરા-રિંગરોડ આરકેટી માર્કેટ આવેલી છે. આ માર્કેટના સિક્યુરિટી જવાન રામભાઈ અને તેના સાગરીતો માત્ર રવિવારના રોજ માર્કેટની જુદી જુદી કાપડની દુકાનોમાંથી ડ્રેસ મટીરિયલ્સ, સાડીઓ અને ગ્રે કાપડના તાકાઓની ચોરી કરી સોમવારના રોજ માર્કેટની બહાર કાઢીને લીંબાયત સહિત અનેક સ્થળોના ગોદામમાં મુદ્દામાલ રાખવામાં આવતો હતો. સલાબતપુરા પોલીસે વેપારીને ફરિયાદ નોંધી રામભાઈ નામના સિક્યુરિટી જવાનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાંડ મેળવ્યા હતા. આ રિમાંડ દરમ્યાન આ ગુનાની તપાસ કરી રહેલા પીએસઆઈ કઠવાવે પહેલા ૯૭ લાખ, ૧૯ લાખ તથા ૫૦ લાખનો કાપડનો મુદ્દામાલ ત્રણ તબક્કાઓમાં જપ્ત કર્યા બાદ પોલીસે વધુ બે સિક્યુરિટી જવાનોની ધરપકડ કરી હતી. આરોપી ખાન તથા કે.પી. સિંગને કોર્ટમાં રજૂ કરી રિમાંડ પણ માંગવામાં આવશે એવું પણ જાણવા મળ્યું હતું. કુલ દોઢ કરોડનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ ગુનામાં પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




