સુરત, તા.૧૨
ઉધના મેઈન રોડ રોકડીયા હનુમાન પાસે પોતાની ફરજ બજાવી રહેલા એક ટ્રાફિક પીએસઆઈ સીસોદીયાની ફરજમાં રૂકાવટ કરી મારી નાંખવાની ધમકી આપી બે ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ખટોદરા અંબાનગર ખાતે પિન્ટુભાઈ પ્રજાપતિ રહે છે. ગતરોજ તેઓ એક સગીર યુવક સાથે ઉધના મેન રોડ રોકડીયા હનુમાન મંદિર પાસેથી પસાર થતા હતા. ત્યારે ત્યાં પોતાની ફરજ બજાવી રહેલા ટ્રાફિક પીએસઆઈ એન.બી. સીસોદીયાએ તેમનું વાહન રોકી લાયસન્સ પીયુસી બાબતે પૂછપરછ કરતા તેઓ ઉશ્કેરાઈ જઈ ફરજમાં રૂકાવટ કરી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસે આઈપીસી ૩૩૨, ૧૮૬, ૧૧૪ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



