નર્સિંગ એસો. અને સહસ્ત્રફણા ટ્રસ્ટ તત્કાળ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવશે
સુરત, તા. ૧૨
નર્સિસ એસોસીએશનના સેક્રેટરી શ્રી કિરણ વી. દોમડીયા જણાવે છે કે, નર્સિંગ એસોસીએશન અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પતંગની દોરીથી પશુ-પક્ષી અને માનવ માટે હેલ્પલાઈન સેવા તા. ૧૨/૦૧/૨૦૧૯, શનિવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે, હેલ્પલાઈન સેવાનો પ્રારંભ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ અને કમિશનરશ્રી જયંતિ રવી મેડમ, માન. ધરાસભ્યશ્રી હર્ષ સંઘવી, ડીનશ્રી ડો. જયેશ બ્રહ્મભટ્ટ, ઈ/ચા તબીબી અધિક્ષકશ્રી ડો. વિજય શાહ, આર.એમ.ઓ.શ્રી ડો. કેતન નાયક, સહસ્ત્રફણા ટ્રસ્ટના લેહરૂભાઈ ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, પ્રિન્સીપાલશ્રી ઈન્દ્રાવતી રાવ, ઝોનલ રીપ્રેઝન્ટેટીવશ્રી દિનેશ અગ્રવાલના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે નર્સિંગ સ્ટાફ તથા કોલેજના વિદ્યાથીઓ પણ ઉપસ્થિત રહા હતા. ઘણા કિસ્સાઓમાં તબીબી સેવાઓના અભાવે પતંગની દોરીની ગંભીર ઈજા થવાના કિસ્સાઓમાં ઈજા થયેલ ભાગમાં વધુ પડતા રક્તસ્ત્રાવ થવાને કારણે મૃત્યુ થવા સુધીના કિસ્સાઓ બનતા હોય છે. તેનું નિરાકરણ લાવવા શક્ય તેટલી ઝડપી સ્થળ પર જ તાત્કાલિક સારવાર આપવાના હેતુથી આ હેલપલાઈન સેવા શરૂ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. સાથે સાથે શહેરની જનતાને એ પણ વિનંતિ કરવામાં આવે છે કે, સામાન્ય ઈજાઓમાં હેલ્પલાઈનનો દુરૂપયોગ ન કરતાં ગંભીર ઈજાઓમાં આ હેલ્પલાઈનનો ઉપયોગ કરવો જાઈએ. તેમજ પતંગની દોરીની ઈજાઓથી બચવા માટે જાહેર જનતાએ નીચેના સૂચનો ધ્યાનમાં લેવા જણાવવામાં આવે છે. દ્વીચક્રી વાહન ચાલકોએ ગળે મફલર કે કાપડનો પટ્ટો બાંધવો જોઈએ. દ્વીચક્રી વાહન પર જતાં હોય ત્યારે બાળકને આગળ ન બેસાડતા પાછળ બેસાડી તેની કાળજી પણ ખાસ રાખવી. વધુ પડતી સ્પીડમાં ગાડી ન ચલાવવી, ગાડી ચલાવતા હોય ત્યારે તમારી આગળથી દોરી પસાર થતી હોય તો ગાડીને ધીમી કરીને ઊભી રાખી દેવી અને દોરીને પસાર થઈ જવા દેવી, દોરીની ઈજા થવાથી લોહી વહેતુ હોય તો કાપડથી દબાવી દેવું. અને હેલ્પલાઈનને જાણ કરવી અથવા નજીકની હોસ્પિટલમાં પહોંચી જવું. તા. ૧૨/૧/૨૦૧૯ થી તા. ૧૫/૧/૨૦૧૯ સુધી હેલ્પલાઈન માટે સંપર્ક નંબર : ૮૪૬૦૬૭૦૬૪૪, ૯૯૨૪૭૬૨૦૦૭, ૯૯૭૯૦૮૭૦૫૩, ૯૮૨૫૫૦૪૭૬૬, ૯૮૨૫૫૯૬૮૯૨, ૯૮૨૫૫૨૫૬૩૭, ૯૯૦૯૯૨૭૯૨૪, તથા તાત્કાલિક સારવાર વિભાગનો ટેલીફોન નંબર : ૦૨૬૧-૨૨૦૮૪૪૮, ૨૨૦૮૪૪૬નો લાભ લેવો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



