ભરીમાતા પાસે જમીનના કબજાની લડાઈમાં સામ સામે ગુનો દાખલ

0
14

ગઈકાલે બે જૂથો વચ્ચે મારામારી થતા ફરિયાદો નોંધાઈ
સુરત, તા. ૧૨
ભરીમાતા રોડ ઉપર સિંગણપોરની જમીન બાબતે જૂથ અથડામણ થતાં ચોક પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી પો.સ.ઈ. એમ. આર. બારોટે તપાસ હાથ ધરી છે.
પ્રથમ ફરિયાદમાં કતારગામ પંચવટી સોસાયટીમાં રહેતા મગનભાઈ મધુભાઈ તરસરીયાએ આરોપી મનોજ ધનસુખ પટેલ, દિકરા શુભમ, અંકુર દિપક ડાહ્ના પટેલ, દીપકનો દીકરો, અક્ષય સીનજીત તથા અન્ય પાંચ અજાણ્યા વ્યકિતની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ સીંગણપોર રે.સ. નંબર ૮૫/૧ બાબતે આરોપીઓએ બાંધકામ અટકાવી લાકડીના ફટકાથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામી પક્ષે સુજાનભાઈ દીપકભાઈ પટેલે પચાસથી સાંઈઠ ટોળા સાથે ફીરયાદ નોંધાવી હતી. જમીનના કબજા માટે આરોપી ટોળાએ હુમલો કરી ફરિયાદી સુઝાનભાઈ તથા પિતા સહિતના ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જે અંગે ચોક પોલીસે બન્ને પક્ષની સામ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY