સુરત, તા.૨૪
અમરોલી પોલીસ જણાવ્યાં અનુસાર તા.૦૮/૧૦/૨૦૧૮ ના રોજ ૩૯, સંતકૃપા સોસાયટી છપરાભાઠા અમરોલી ખાતે રહેતા મનુભાઈ રવજીભાઇ ગોહિલની ૨૧ વર્ષીય પુત્રી ગીતાબેન ગુમ થયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણ ઊંચાઈ ૫.૧ ફુટ છે. તેમણે સફેદ તથા લાલ કલરની ડીઝાઇનવાળો ડ્રેસ તથા મરૂણ કલરની લેન્ગીસ પહેરેલ છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલિસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




