લગ્નની કંકોત્રીમાં ભાજપને મત આપવાની અપીલ, રાફેલ સોદાની હકીકત છપાઈ..!!

0
35

સુરત,તા.૧૩
ચૂંટણીની નજીક હોવાના વર્તારા દેખાઈ રહ્યા છે. રાજનૈતિક ચર્ચાઓ હવે માત્ર ટીવી પેનલ ચર્ચા પૂરતી જ સીમિત ન રહેતા ઘર, દુકાન, જાહેરખર, ગામના ચોરાથી લઈને લગ્નની કંકોત્રી સુધી પહોંચી ગઈ છે ! રાજ્યમાં આ અંગે કઈ નવું કરવાની વાત આવે એટલે સુરત અગ્રેસર હોય. થોડા સમય પૂર્વે એક યુગલે ‘વોટ્‌સ એપ સ્ટાઇલ’ માં કંકોત્રી છપાવી લોકોને ચોંકાવી દીધા હતા. હવે વધુ એક વખત એક યુગલે તેમની કંકોત્રી ઉપર તેમની પસંદગીની રાજકીય પાર્ટીને વોટ આપવાની અપીલ કરવાની સાથે બીજી કેટલીક અંચબિત કરે તેવી બાબતો છપાવી છે.
વાત એમ છે કે સુરતમાં રહેનારા યુવરાજનું લગ્ન સાક્ષી નામક યુવતી સાથે ૨૨ જાન્યુઆરીના રોજ થવાનું છે. તેમની કંકોત્રીમાં યુવરાજ અને સાક્ષીએ લગ્ન સમારંભના અડ્રેસની સાથે એવી અપીલ કરી છે કે, ૨૦૧૯માં નરેન્દ્ર મોદીજીને વોટ આપીને વિજયી બનાવવા. જા મહેમાનો એવું કરશે તો એ તેમના માટે લગ્નની ભેંટ સમાન હશે. આ મામલે યુવરાજે તેના ટ્‌વીટર એકાઉન્ટ ઉપર ટ્‌વીટ કરીને પણ લોકોને અપીલ કરી છે. આ કંકોત્રીએ સોશ્યિલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે.
યુવરાજે મોદીજીને વોટ આપવાની અપીલ કરવાની સાથે આ આમંત્રણ પત્રિકામાં પાછળના ભાગમાં રાફેલ વિવાદ અંગેની કહાની બે રાફેલ યુદ્ધ વિમાનોની સાથે છાપી છે. અહીં સંસદમાં નિર્મલા સિતારમણ દ્વારા રાહુલ ગાંધીને આપવામાં આવેલા જવાબને પણ લખવામાં આવ્યો છે. આ કાર્ડમાં કેટલાક રાફેલ સાથે સંલગ્ન કેટલાક આંકડાઓ પણ પ્રદર્શિત કરાયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY