ગંગાધરા પાટીદાર સમાજ ભવનમાં લગ્નપ્રસંગમાં ઘરેણાની ચોરી થઈ

0
5

પોલીસે ચોરને ઝડપી પાડવા સીસી કેમેરાના ફૂટેજ મેળવ્યાં
સુરત, તા. ૧૬
પલસાણા-ગંગાધરા પાટીદાર સમાજના હોલમાં લગ્ન પ્રસંગ એક ખેડૂતના ૬.૮૮ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ જવાના એક કિસ્સામાં પલસાણા પોલીસે હોલની અંદર-બહારના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્ર કર્યા હતા. આ સીસીટીવી ફૂટેજમાં ૧૫ અને ૩૦થી ૩૫ વર્ષના યુવાનો નજરે ચઢે છે. એવું પલસાણા પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી સુંદરનગરના રહેવાસી હાર્દિકભાઈ ગુણવંતભાઈ પટેલ ખેતીનો વ્યવસાય કરે છે. તેમની એક પુત્રીના લગ્ન પલસાણા-ગંગાધારા ગામ ખાતે આવેલા ચરોડિરીયા લેઉવા પાટીદાર સમાજના હોલમાં રાખવામાં આવ્યા હતા આ લગ્ન સમારોહ દરમિયાન સોના-ચાંદીના દાગીનાની જુદી-જુદી ૯ વસ્તુઓ કિંમત રૂ. ૬.૮૮ લાખની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. કુલ્લે ૨૧ તોલા સોનાના દાગીનાની ચોરીની ફરિયાદ હાર્દિકભાઈને પલસાણા પોલીસ મથકમાં નોંધાયા બાદ પોલીસે સમાજના હાલના સીસીટીવી ફૂટેજ એકત્ર કરી આરોપીઅોની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY