સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત વેશભૂષા-ચિત્રકળા સ્પર્ધાનું પરિણામ

0
21

સુરત, તા.૧૬
ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરી ૨૦૧૯ની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૧૧-૧-૨૦૧૯ને ïશુક્રવારના રોજ ઉધના ઝોન વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળાઓના ધો.૫ થી ૮ના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓની ચિત્રકામ સ્પર્ધાનું આયોજન સવારે ૧૧.૦૦ કલાકે અને ધો.૧ થી ૪ની વેશભૂષા સ્પર્ધાનું આયોજન બપોરે ૧ કલાકે ખટોદરા કોમ્યુનિટી હોલ ખટોદરા હેલ્થ સેન્ટરની સામે, ચોસઠ જેગણીમાતાના મંદિર પાસે, નવજીવન હ્નાન્ડાઈ રોડ, ખટોદરા સુરત ખાતે કરવામાં આવ્યું હતું. તા.૧૧-૯-૨૦૧૯ના રોજ સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષા રશ્મિકાબેન પટેલ તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રગટાવી ચિત્રકામ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. ઉધના ઝોન વિસ્તારમાં આવેલ શાળાના ધો.૫ થી ૮ના ૧૨ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ ચિત્રો દોર્યા હતા. જ્યારે ધો.૧ થી ૪ના ૩૨ બાલકોએ વેશભૂષામાં ભાગ લઈ પરફોર્મન્સ કયુ* હતું.

સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને સ્મૃતિ ભેટï આપવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોને તા.૨૬-૧-૨૦૧૯ના રોજ સાઉથ ઝોન ઉધના સુમન શાળા નં.૧ની બાજુમાં વિજયાનગર સ્ટેડિયમ, ઉધના સુરત ખાતે યોજાનાર ધ્વજવંદન બાદ સન્માન સમારોહ કાર્યક્રમમાં મા.મેયરના વરદ હસ્તે આમંત્રિત કરવામાં આવશે. વિજેતાઓને ઉપરોક્ત ધ્વજવંદન સ્થળે સવારે ૮.૩૦ કલાકે સમયસર ઉપસ્થિત રહેવા જણાવાયું છે.
૦

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY