ભાજપે વિધાન પરિષદ ચૂંટણી સંદર્ભે ઉમેદવાર જાહેર

0
176

લખનૌ, તા. ૧૫
ઉત્તરપ્રદેશની ૧૩ વિધાન પરિષદ સીટો પર યોજાનાર ચૂંટણીને લઇને ભાજપે આજે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં જે પ્રમુખ ઉમેદવારોને ટિકિટો આપી છે તેમાં મહેન્દ્રસિંહ, મોહસીન રાજા, બુકલ નવાબ, વિદ્યાસાગર સોનકર અને અશોક કટારિયાનો સમાવેશ થાય છે. બિહારની ત્રણ વિધાન પરિષદ સીટ માટે પણ ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ સીટોની અવધિ પાંચમી મેના દિવસે પૂર્ણ થનાર છે. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પણ સીટ છે. ચૂંટણી અને મતગણતરી ૨૬મી એપ્રિલના દિવસે થશે. ૯મી એપ્રિલના દિવસે જાહેરનામુ જારી કરવામાં આવ્યા બાદ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ૧૯મી એપ્રિલના દિવસે ઉમેદવારો નામ પરત ખેંચી શકશે. ૧૭મીએ ઉમેદવારોની ચકાસણી થશે. ૨૬મી એપ્રિલે સવારે ૯થી સાંજે ચાર વાગ્યા વચ્ચે મતદાન થશે.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY