તા.૩૦’મીએ વડાપ્રધાન સુરત એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટને લીલી ઝંડી દેખાડશે : ૧૬’મી ફેબ્રુઆરીથી રેગ્યુલર ફ્લાઈટ શરૂ કરાશે
સુરત, તા.૧૬
શહેરીજનોની અતુરતાનો અંત હવે નજીક આવી રહ્ના છે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦મી જાન્યુઆરીએï બપોરે દોઢ કલાકે સુરત શારજહાં ફ્લાઈટ સાથે કરશે. રેગ્યુલર ઈન્ટરનેશનલ ફ્લાઈટ ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૯ થી શરૂ થશે.
સુરતના સાંસદ સી.આર. પાટીલ દર્શના જરદોશ, સુરત એરપોર્ટ એકશન કમિટિ(સાક), ચેમ્બર ઓફ કોમર્સ સહિત શહેરની વિવિધ સંસ્થાઅો અને સુરતવાસીઓની લાંબી લડતના અંતે આગામી ૩૦મી જાન્યુઆરીના રોજ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન થવા જઈ રહ્નાં છે. ૩૦મીએ બપોરે દોઢ વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતïથી શારજહાં ફ્લાઈટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ સુરતથી શારજહાં માટે સપ્તાહમાં બે દિવસ માટે ૧૬મી ફેબ્રુઆરીથી રેગ્યુલર ફ્લાઈટ શરૂ થશે. શારજહાંથી દર સોમવાર અને શનિવારે સાંજે ૭.૩૫ કલાકે ફ્લાઈટ ઉપડશે. જે રાત્રે ૧૧.૪૫ કલાકે સુરત પહોîચશે. સુરતથી દર મંગળવાર અને રવિવારે ફ્લાઈટ રાત્રે ૧૨.૩૦ કલાકે ઉપડશે અને ૨.૧૫ કલાકે શારજહાં પહોચશે. ૧૬ ફેબ્રુઆરીથી સુરતથી રેગ્યુલર ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા આજથી બુકિંગ શરૂ કરી દીધું છે. ૧૬મી ફેબ્રુઆરીએ શારજહાંથી સુરત માટે ૯૬૬૯ રૂપિયા અને ૧૭મી ફેબ્રુઆરીએ સુરતથી શારજહાં માટે ૮૧૩૮ રૂપિયાનું લોએસ્ટ એરફેર ઓનલાઈન બતાવે છે. સુરતને ઈન્ટરનેશનલ ફ્લાઈટની આતુરતાથી રાહ જાનારા સુરતીઓ હવે ઈન્ટરનેશનલ ફલાઈટની બુકિંગને પણ સહકાર આપશે જેથી ભવિષ્યમાં સુરતને વધુ ઈન્ટરનેશનલ કનેક્ટીવિટી અને ફ્લાઈટ મળવાની શક્યતા પ્રબળ બનશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



