ઈનામો આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા
સુરત, તા.૧૬
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા ખાતે આઝાદ દિન સ્મારક કેળવણી મંડળ સંચાલિત મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા ખાતે આઝાદ દિન સ્મારિક કેળવણી મંડળ સંચાલિત મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયના તેજસ્વી તાલરાઓને પ્રોત્સાહિત કરવા વાલી મંડળ તેમજ સ્થાનિક કેળવણી મંડળ દ્વારા શનિવારના રોજવાર્ષિક ઇનામ વિતરણ સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહાનુભાવ તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયતના સભ્ય અને ખેડૂત અગ્રણી દર્શન નાયકના હસ્તે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઓલપાડના માજી ધારાસભ્ય ધનસુખ પટેલ, જયેશ દેલાડ, તથા મુખ્ય મહેમાન જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયક, કાંઠા સુગર ચેરમેન કિરીટ પટેલ, મંડળના માનદમંત્રી જયંતિભાઇ પટેલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



