માંડવીના એરઠ ગામે સ્મશાન ભૂમિમાં માટી ચોરનાર માફીયાઓ સામે ફોજદારી

0
11

ભૂસ્તર વિભાગના સર્કલ ઓફિસરે ફરિયાદ નોંધાવી
સુરત, તા.૧૬

સુરત જિલ્લાનામાં આવેલ મોટાભાગના તાલુકાઓમાં રેતિ માફિયાઓ પોતાનો અડ્ડો જમાવીને બેઠા હોય તેમ વારંવાર ભૂસ્તકર વિભાગ દ્વારા સ્થળ ઉપર દરોડા પાડવામાં આવતા હોય છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલ અરેઠગામમાં આવેલ સ્મશાનને પણ રેતી માફિયાઓએ બાકી મુક્યું નથી, માટી ચોરો દ્વારા ગામીત સમાજના સ્મશાનમાંથી ગેરકાયદેસર માટી કાઢવામાં આવી રહી હતી. આ અંગે ફરિયાદ માંડવી પ્રાંત અધિકારીને મળતા તેમણે તપાસનો આદેશ આપ્યો હતો. માંડવી સર્કલ ઓફિસરે સ્થળ નિરીક્ષણ કરતા સ્મશાનભૂમિમાંથી માટી ચોરીનું કૌભાંડ સામે આવ્યું હતું અને ખોદકામમાંથી મહિલાનું હાજપિંજર પણ મળી આવ્યું હતું. જેથી સર્કલ ઓફિસરે ભૂસ્તર વિભાગને માટી ચોરી સામે કાર્યવાહી કરવા લેખિત ફરિયાદ કરી હતી. માંડવીના અરેઠગામમાં રહેતા રહેવાસીઓએ માંડવી પ્રાંત ઓફિસર બારૈયાને માંડવીના અરેઠ ગામમાં આવેલ ગામીત ફળિયાથી ગવાછી તરફ જતા રસ્તા ઉપર આવેલા ગામિત સમાજના સ્મશાનભૂમિમાંથી માફિયાઓ દ્વારા માટી ચોરી કરવામાં આવી રહી હોવાની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે માંડવી પ્રાંત બારૈયાએ માંડવી સર્કલ ઓફિસર ગીરીશ પરમારને આ દિશામાં તપાસ કરવા સુચના આપી હતી. જેથી સર્કલ ઓફિસર દ્વારા અરેઠગામના આ સ્મશાનભૂમિમાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જ્યાં માટી ચોરો દ્વારા સ્મશાનભૂમિમાંથી ગેરકાયદેસર રીતે ર૦૦ ચો.મી. લંબાઇ અને પહોળાઇ તેમજ પ૦ થી ૭૦ મીટર તેમજ ઉંડાઇ ૧પ જેટલું ખોદકામ કરી માટી ચોરી કરવામાં આવી રહી હોવાની હકીકત પણ સામે આવી હતી. માટી ચોરો દ્વારા ગેરકાયદેસર માટી ખોદકામ દરમિયાન દફન કરેલું કંકાલ પણ બહાર આવી ગયું હતું. જેથી સર્કલ ઓફિસરે ભૂસ્તર વિભાગને લેખિત અરજી કરી માટી ચોરી કરનાર સામે અને સહયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY