અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલમાં કરૂણા અભિયાન ૨૦૧૯ યોજાયું

0
9

શાળાના બાળકો તથા શિક્ષકોએ પ્રતિજ્ઞા લીધી
સુરત, તા.૧૬
અંકલેશ્વર તા.૧૨-૧-૨૦૧૯ શ્રી આદિનાથ સ્વામી એજ્યુ. એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત એસેન્ટ સ્કૂલમાં તા.૧૨-૧-૨૦૧૯ના રોજ કરણા અભિયાન ૨૦૧૯ અંતર્ગત શાળામાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી. જેના ભાગરૂપે શાળામાં બુલેટિન બોર્ડ સ્પર્ધા અને બાળકોને પ્રતિજ્ઞાપત્ર લેવડાવવામાં આવી જેમાં શાળાના તમામ બાળકો તેમજ શાળાના શિક્ષકોએ પ્રતિજ્ઞા લીધી હતી કે ઉત્તરાયણના દિવસે અબોલા પક્ષીને પતંગના દોરાથી નુકસાન ન થાય તેની કાળજી લેવા માટેની પ્રતિજ્ઞા લીધી. ત્યારબાદ શાળાના મેદાનમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બાળકોએ પણ ઉત્તરાયણ પર્વના મહત્ત્વ વિશે પોતાના વક્તવ્ય આપ્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY