સુરત, તા.૧૬
ગુજરાત સરકારના મદદનીશ નિયામક રોજગાર કચેરી સુરત તથા મોડલ કેરીયર સેન્ટર સુરતના નાયબ નિયામક મુકેશભાઈ વસાવા, જિલ્લા રોજગાર અધિકારી પારૂલબેન પટેલ અને મોબેલાઈઝેશન કમ પ્લેસમેન્ટ ઓફિસર પ્રદીપભાઈ શિરસાઠના માર્ગદર્શન હેઠળ દોડ એ જીંદગી ગ્રુપના વિશાલ પાટીલે મદદનીશ નિયામક કચેરી સુરત દ્વારા આયોજિત આર્મી અને બીએસએફ સંરક્ષણ પ્રશિક્ષણથી પ્રભાવિત થઈ તેમના ગ્રુપના તમામ તાલીમાર્થીઓ સાથે ભારતીય સ્થલ સેના દિવસની ઉજવણી કરી સુરત સરકારી સિવિલ હોસ્પિટલમાં જરૂરીયાતમંદો માટે રક્તદાન કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




