સુરત, તા. ૧૭
પીસીબી પોલીસે વિદેશી દારૂની ૧૧૫૨ બોટલ ભરેલી કાર ઝડપી પાડી હતી. પીસીબીએ એકની ધરપકડ કરી જ્યારે કારચાલક ભાગી છૂટો હતો.
પીસીબી પોલીસે બાતમીના આધારે વેડરોડ સુમન કુંજ આવાસ પાસેથી કાર નં. જીજે-૦૫-બીએક્સ-૨૮૯૨ ને આંતરી ઝડતી લેતા આ કારમાંથી રૂપિયા ૧,૪૩,૦૪૦ની કિંમતનો ભારતીય બનાવટની વિદેશી દારૂ મળી આવ્યો હતો. પી.સ.બી. પોલીસે દારૂ, કાર, એક મોબાઈલ ફોન મળી કુલ્લે ૩,૯૩,૫૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પીસીબી પોલીસે પ્રમોદ ઉર્ફે બાબુરામ જૈનાની ધરપકડ કરી હતી. જ્યારે કાર ચાલક લાલુઉર્ફે કડાવાળાને વોન્ટેડ જાહેર કર્યો હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



