ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામોમાં સાડીઅો વિતરીત કરાઈ
સુરત, તા.૧૭
શી સ્વામીનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરૂષોત્તમ પ્રેમદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી માનવ સેવા અભિયાન વિશ્રામભાઈ જાદવ વરસાણી પરિવારના સૌજન્યથી મકરસંક્રાંતિ પર્વે ગરીબ, વિધવા, જરૂરીયાતમંદ બહેનોને સુબીર તાલુકો, આહવા અને વાંસદા તાલુકાના ગામો જેવા કે કરંજડા, જારસોડા, શિવબારા, હનમતપાડા, પંપા સરોવર, ચીકટીઆ, ધોલચાંડ, ખાંભલા વગેરે ગામોમાં સાડીઓ કુલ ૧૧૨૦ નંગનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે સં.વિ. હરિકેશવદાસજી સ્વામી મહંત, સં.સિ. પ્રશાંત સ્વરૂપદાસજી સ્વામી, વાલજીભાઈ પૂજારી, જમનભાઈ સાવલીઆ, ભાઈકુભાઈ પવાર વગેરે મહાનુભાવો ઉપરાંત જે તે ગામના સરપંચો પણ ઉપસ્થિત રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



