દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટતા લોકોને રાહત : નવસારીમાં ૧૦ ડિગ્રી

0
7

વલસાડમાં ૧૨ અને સુરતમાં ૧૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન
સુરત, તા. ૧૭
ઉત્તરાયણ બાદ દક્ષિણ ગુજરાતના તાપમાનમાં નજીવો સુધારો જાવા મળતા ઠંડીથી રાહત મળી રહી છે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન અને રાત્રિના તાપમાનમાં આંશિક વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૨.૮ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૬ ડિગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા અને હવાનું દબાણ ૧૦૧૫.૯ મીલીબાર નોંધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ઉત્તરાયણ બાદ છેલ્લા બે દિવસથી તાપમાનમાં સુધારો થતા ઠંડી આંશિક રાહત મળી રહી છે.
નવસારી હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ આજે શહેરનું ન્યુનત્તમ તાપમાન ૧૦.૩ ડિગ્રી નોંધાયું છે. નવસારીમાં પણ ઠંડીથી રાહત અનુભવાઈ રહી છે. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું ન્યુનત્તમ તાપમાન ૧૨.૧ ડિગ્રી નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં સુધારો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર ઘટયું છે. સૌથી વધુ ઠંડી રાજ્યમાં ૮.૯ ડિગ્રી ગાંધીનગર ખાતે નોંધાઈ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY