સીએ કદમ દોશી અને મુમુક્ષુ વિદિશા દોશીની ભાગવતી પ્રવ્રજ્યાનો ઉત્સવ

0
10

જૈન શાસનનો અભ્યુદય થઈ રહ્ના છે ઃ પૂ. પદ્મદર્શન વિજયજી
સુરત, તા.૧૮
રાંદેર રોડ સ્થિત ૠષભ ચાર રસ્તા પાસે ૠષભ ટાવરમાં અધ્યાત્મયોગી પૂ. આચાર્ય શ્રી કલાપૂર્ણસુરિજી મ.ના. શિષ્ય જૈનાચાર્ય પૂ.કુમુદચંદ્રસૂરિજી મ.પૂ.આ. શ્રી અનંતયશસૂરિજી મ., પૂ. પંન્યાસ પ્રવર શ્રી પદ્મદર્શન વિજયજી મ. તેમજ અન્ય પૂ.શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશમાં મુમુક્ષુ શ્રી કદમ પ્રભુભાઈ દોશી ઉ.વ.૨૫ અને મુમુક્ષુ વિદિશા રમણીકભાઈ દોશી ઉ.વ.૨૮ની ભાગવતી પ્રવ્રજ્યા નિમિત્તે પત્રિકા લેખનનો સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્નેહીજનો જાડાયા હતા. જૈન ધર્મના ઐતિહાસિક તીર્થો અને શાસન પ્રભાવક આચાર્ય ભગવંતોને નિમંત્રણ સ્વરૂપ આ પત્રિકાઓ લખાઈ હતી. બંનેય મુમુક્ષુઓએ પૂ. આચાર્ય ભગવંતાદિ શ્રમણ-શ્રમણી ભગવંતો તેમજ સકલ સંઘના અક્ષત અને સુવર્ણ પુષ્પોથી વધામણા કર્યા હતા.
આ પાવન પ્રસંગે પૂ. આ.કુમુદચંદ્રસૂરિજી મ.અને પૂ.આ. અનંતયશસૂરિજી મ.આદિ શ્રમણ ભગવંતોએ જૈન શાસનની દીક્ષાનું મહત્ત્વ સમજાવ્યું હતું અને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. પૂ.પનંયાસ શ્રી પદ્મદર્શનજી મહારાજે સંયમ જીવનના શ્રામણ્યને ઉજગર કરતા જણાવ્યું હતું કે, એકવીસમી સદી ભલે વસમી હોય પણ જૈન શાસનનો તો અભ્યુદય થઈ રહ્ના છે. આ વર્ષે ૧૦૦ ઉપરાંત ભારતના વિવિધ ક્ષેત્રોમાં દીક્ષાઓ થઈ રહી છે. આર્ય તો એ છે કે ગ્રેજ્યુએટ દિકરા અને દિકરીઓ પ્રભુના પંથે પ્રયાણ કરી રહ્ના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY