અમરોલી રોડ પર એમ્બ્રોયડરીના કારખાનામાં તસ્કરોનો હાથફેરો

0
7

મશીનરી સ્પેરપાર્ટ ચોરાઈ જતા પોલીસ ફરિયાદ
સુરત, તા. ૧૭
કોસાડ-અમરોલી પાસે આવેલી એક સોસાયટીની સામે મુકેલા એમ્બ્રોઈડરી મશીનમાં લગાવેલા કોર્ડીંગના ડીવાઈસ નંગ ૨૭, મશીનનું મધર બોર્ડ મળી કુલ રૂ.૧.૨૦ લાખની મતાની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વતની અને હાલમાં નાના વરાછા ગંગા જમના સોસાયટીમાં રહેતાં રમેશભાઈ માંડવીયાએ પોલીસમાં નોંધાવેલી એક ફરિયાદમાં જણાવ્યું હતું કે અમરોલી કોસાડ રોડ પર દ્વારકાધીશ સોસાયટી સામે મુકેલા એમ્બ્રોઈડરી મશીનમાંથી કોર્ડીંગના ૨૭ નંગ ડીવાઈસીસ મશીનના મધર બોર્ડ તથા અન્ય સ્પેરપાર્ટસ મળી કુલ ૧.૨૦ લાખની મતાની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. એમ્બ્રોઈડરીનું કામ કરતા વેપારીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY