રૂ.૨૮.૨૪ લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ
અંકલેશ્વર, તા.૧૮
દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં દારૂની હેરાફેરી ગુજરાતમાં બંધ થતી નથી. અંકલેશ્વર હાઈવે પરથી તા.૧૭મીની મોડી રાત્રિએ એલસીબીએ દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચના હેડકોન્સ્ટેબલ દિલીપભાઈ ચંદુભાઈને દારૂ ભરેલી ટ્રક પસાર થતી હોવાની બાતમી પેટ્રોલિંગ દરમિયાન મળી હતી. જેને લઈને એલસીબીનાં ઈન્ચાર્જ પી.આઈ. પીએન. પટેલ, પીએસઆઈ ગઢવી, પીએસઆઈ ચૌહાણ સહિત સ્ટાફે અંકલેશ્વર હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન હાઈવેના ટોલનાકા પર બાતમી મુજબની ટ્રક નંબર આરજે-૧૯-જીએ-૨૦૫૦ સુરત તરફથી આવી હતી. એલસીબી સ્ટાફે ટ્રકને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી અોસન બ્લ્યુ બ્રાન્ડના વિદેશી શરાબની ૫૨૨ પેટીઓમાંથી ૮૪૬૦ બોટલો કિંમત રૂ.૧૭,૬૫,૮૦૦ મળી આવી હતી. પોલીસે આ જથ્થા સાથે ટ્રકના ડ્રાઈવર ધનારામ રામચંદ્રજી બિસ્નોઈ રહે. ઝાલોર રાજસ્થાન તથા ક્લીનર ગંગાવિષ્ણુ લક્ષ્મણરામ બિશ્નોઈ રહેવાસી બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી હતી. પૂછપરછમાં બંને આરોપીઓએ આ જથ્થો બોરીની ઓથે છુપાવીને રાજકોટ લઈ જવાતો હોવાની કબુલાત કરી હતી. ભરૂચ એલસીબીએ બંને આરોપીઓનો કબજો લઈ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ગુનો નોંધાવતા શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દરમિયાન ભરૂચ એલસીબીએ રૂ.૧૭,૬૫,૮૦૦ના વિદેશી શરાબ ઉપરાંત ટ્રક આરોપીઅોની અંગઝડતીમાં મળેલ રોકડા રૂપિયા તથા બે મોબાઈલ મળી કુલ ૨૮,૨૪,૬૧૦નો મુદામાલ જપ્ત કર્યો છે.
નોîધનીય છે કે અંકલેશ્વર હાઈવે વિદેશી શરાબની હેરપેર માટેનો મુખ્ય ધોરીમાર્ગ બની રહ્ના છે. લક્ઝરિયસ કારથી લઈ ટ્રકો પણ લાખો રૂપિયાના વિદેશી શરાબની હેરફેર કરતા ઝડપાઈ છે ત્યારે પોલીસે આ હેરફેર સદંતર બંધ થાય એ માટે કડક પેટ્રોલિંગ અને વાહનની તલાશીનું અભિયાન છેડવું પડે એમ લાગી રહ્નાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



