આજે પીએમ મોદી સુરતમાં : સૌથી મોટી તોપનું કરશે લોકાર્પણ

0
10

સુરત,તા.૧૮
વાયબ્રંટ સમિટમાં સાંસદ સી.આર પાટીલે એક નિવેદન આપતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદી આવતી કાલે સુરતમાં સૌથી મોટી તોપનું લોકાર્પણ કરશે. સૈન્ય માટે આ તોપ આવિષ્કાર સમાન બનશે.
સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું કે, મીઠાનાં સત્યાગ્રહ દાંડી ખાતે પણ સરકારે ૧૫૦ કરોડ રૂપિયા ફાળવ્યાં છે. તેનો લાભ પણ મળી રહેશે. તો સત્યાગ્રહમાં ભાગ લેનાર ૮૦ લોકોનાં સ્ટેચ્યુ પણ આગામી દિવસોમાં મુકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે તારીખ ૧૮થી ૨૦ જાન્યુઆરી સુધી વાયબ્રંટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને મોદી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે મહત્વનું છે કે આ વર્ષે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ ટ્રેડ શોનું ભવ્ય આયોજન કરાયું છે.
આ ૨ લાખ ચોરસ મીટર પ્રદર્શન અને સ્ટોલ વિસ્તાર ધરાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો છે. આ ટ્રેડ શોમાં આશરે ૧.૫ મીલિયન મુલાકાતીઓ અને વિશ્વભરનાં ૧૦૦ દેશોનાં ૩૦૦૦ જેટલાં આંતરરાષ્ટ્રીય ડેલિગેટ્‌સ હાજર રહ્યાં. ત્યારે ગઇ કાલનાં ગુરૂવારનાં રોજ પીએમ મોદી દ્વારા આ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરાયું.
આ ઉપરાંત ટ્રેડ શોનાં ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ અમદાવાદમાં આવેલ રિવરફ્રન્ટ પરની દેશની સૌથી મોટી પેપરલેસ હોસ્પિટલ જીફઁનું લોકાર્પણ કર્યું. આ હોસ્પિટલનાં લોકાર્પણમાં ઝ્રસ્ રૂપાણી, અમદાવાદનાં મેયર સહિતનાં તમામ આગેવાનો પણ હાજર રહ્યાં હતાં. પીએમ મોદીએ આ હોસ્પિટલનું હેલિપેડ પર જઇને વિશેષ નિરીક્ષણ પણ કર્યુ. આ હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સની પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તેમજ પીએમ મોદીએ અમદાવાદમાં આયોજિત શોપિંગ ફેસ્ટિવલનું પણ ગઇ કાલનાં ગુરૂવારનાં રોજ ઉદ્ઘાટન કર્યુ હતું. દુબઈનાં શોપિંગ ફેસ્ટિવલની જેમ જ ગુજરાતમાં આયોજિત કરવામાં આવેલા આ ખાસ કાર્યક્રમમાં પીએમ મોદીએ ઉદ્ઘાટન બાદ તમામ ચીજવસ્તુઓનાં પ્રદર્શનને ખૂબ જ ઉત્સુકતાપૂર્વક નિહાળ્યાં હતાં.
અમદાવાદમાં આયોજિત કરવામાં આવેલા આ ખાસ શોપિંગ ફેસ્ટિવલનાં પ્રથમ દિવસે જ પીએમ મોદીએ ઉદ્ઘાટન સત્રમાં ભાગ લીધો હતો. આ ઉદ્ઘાટન બાદ મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્યોની સાથે અહીં મુકવામાં આવેલા તમામ સ્ટોલનું અવલોકન પણ કર્યું હતું. ત્યારે હવે આજે એટલે કે ત્રીજા દિવસે સુરતમાં સૌથી મોટી તોપનું લોકાર્પણ કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY