પુણામાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટમાં કુટુંબના ચાર લોકો ગંભીર રીતે ઘવાયા

0
11
ગંભીર હાલતમાં ચાર લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
સુરત, તા. ૧૯
પુણા ગામના નારાયણનગરમાં જોરદાર ધડાકા સાથે ગેસ બોટલ બ્લાસ્ટ થતા લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. વહેલી સવારે બનેલી આ દુર્ઘટનામાં ૧ કિશોર, ૨ મહિલા સહિત ૪ જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. જોકે ઘટનાની જાણ બાદ ૧૦૮ અને ફાયરનો કાફલો દોડી આવતા આગને કાબુમાં લેવામાં ફાયરના જવાનો સફળ રહ્ના હતા. ત્યારબાદ પુણા અને લીંબાયતની ૧૦૮માં ચારેયને તાત્કાલિક સારવાર માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ચારેય ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
નિલેશ સુકલા એ જણાવ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્રના વતની છે અને સુરતમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવી રહ્ના છે. થોડા દિવસો પહેલા બહેન સુજાતા અને તેનો દીકરો હીનેશ ફરવા માટે સુરત આવ્યા હતા. જેઓ પણ આ દુર્ઘટનામાં દાઝી ગયા છે. આજે સવારે તેઓ ગેસ ઉપર પાણી ગરમ કરી રહ્ના હતા. ત્યારે અચાનક જોરદાર બ્લાસ્ટ થતા આખું ઘર આગની ઝપેટમાં આવી ગયું હતું. તેઓ પોતે પત્ની આશા બહેન સુજાતા અને તેનો દીકરો હીનેશ (ઉ.વ.૧૩) ગંભીર રીતે દાઝી ગયા હતા. બ્લાસ્ટના જોરદાર ધડાકા બાદ આખી સોસાયટી દોડી આવી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પુણાગામ કાલીપુલ નજીક લક્ષ્મીનારાયણ નગરમાં પ્લોટ નં. ૪૨માં ગેસનો બાટલો લીકેજ થવાથી લાગેલી આગમાં ૪ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. આશા લીલાધર ઉ.વ. ૪૦ આખા શરીરે ૯૦ ટકા દાઝી ગયા છે. હિમેશ સંતોષ ઉ.વ. ૧૩ શરીરે ૪૦ ટકા વજેટલો દાઝી ગયો છે. નીલેશ શુકલા ઉ.વ. ૫૦ આખા શરીરે ૧૦૦ ટકા દાઝી ગયો છે. જ્યારે સુનીતા સંતોષ ઉ..વ. ૩૨ આખા શરીરે ૫૦ ટકા દાઝી ગયા છે. ચારેયની હાલત ગંભીર છે અને તેઓને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY