બે સગા ભાઈઓએ એક યુવકને ફટકાર્યો
સુરત, તા.૧૯
બુડીયા ગામ ખાતે જમીન બાબતે બોલાચાલી થતા એક યુવક પર લોખંડના પાઈપ વડે હુમલો કરી બુડીયા ગામના બે ભાઈઓ ફરાર થઈ ગયા હતા. સચીન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચોર્યાસી તાલુકાના બુડીયા ગામના વતની કૌશિકભાઈ ધીરૂભાઈ પટેલ અને તેમના ભાઈ નયન ગતરોજ સવારે નવેક વાગ્યાના સુમારે બુડીયા ગામની હાઈસ્કૂલ પાસેથી પસાર થતો હતો. આ દરમ્યાન કલ્પેશ ઈશ્વરભાઈ પટેલ તથા ચિંતલ ઈશ્વરભાઈ પટેલ તેમના દાદા સાથે જમીન બાબતે ઝઘડો કરી ગાળા ગાળી કરતા હતા. તેઓને ગાળા ગાળી કરવાની ના પાડતા બે સગા ભાઈઓ લોખંડના પાઈપ વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



