હજીરા પધારેલા વડા પ્રધાન સેલવાસ રવાના

0
23

સુરત, તા. ૧૯
હજીરા સ્થિત એલ એન્ડ ટી કંપની દ્વારા નિર્મિત કરાયેલી યુધ્ધ ટેન્કને સૈન્યને સમર્પિત કરવા આજે સુરતના હજીરા ખાતે પધારેલા વડા પ્રધાન મોદી સાથે રક્ષામંત્રી નિર્મલા સીતારમન પણ ઉપસ્થિત રહ્નાં હતા.
અમદાવાદથી હવાઈ માર્ગે હજીરા ખાતે પધારેલા વડા પ્રધાન મોદી એલ એન્ડ ટી કંપની સંકુલ પહોંચ્યા હતા અને નવનિર્મિત ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરવાના સમારંભમાં ઉપસ્થિત થઈ નવનિર્મિત ટેન્ક રાષ્ટ્રની સુરક્ષા માટે સૈન્યને અર્પણ કરી હતી. વિધિવતપૂર્વકના આ ટૂકા સમયના કાર્યક્રમ બાદ વડા પ્રધાન સુરતની હવાઈ માર્ગે સેલવાસના કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયા હતા.
વડા પ્રધાન મોદી તથા સુરક્ષા મંત્રી નિર્મલા સીતારમનના કાર્યક્રમ સંદર્ભે સમગ્ર હજીરા વિસ્તાર ઉપરાંત હજીરા તરફના તમામ માર્ગો પર જડબેસલાક સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY