સમયસર રસ્તા બનાવતા નથી એમ જણાવી ઉશ્ïકેરાયેલા લોકોએ તમાચા ઝીંકી દીધા
સુરત, તા. ૨૧
કતારગામ કુબેરપાર્ક સોસાયટીમાં રસ્તાનું કામ જાવા ગયેલા સુરત મહાનગરપાલિકાના બે ઈજનેર ઉપર હુમલો થયો હતો. સ્થાનિક લોકોએ સમય સર રોડ બનાવતા નથી, ખાડાઅો પડી જાય છે તેમ જણાવી ઝઘડો કર્યો હતો.
કતારગામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ ઝોનમાં આસી. એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ડેનીશ પ્રવીણચંદ્ર કટારિવાળાએ આરોપી જયેશ ખોડા મારૂ વિરુદ્ધ કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ કતારગામ કુબેરપાર્ક સોસાયટીમાં રસ્તાનું કામ ચાલતુ હોય, ફરિયાદી તથા જુનિયર ઈજનેર શ્વેતાંગકુમાર પટેલ જાવા ગયા ત્યારે આરોપી જયેશ મારૂએ આવીને જણાવ્યું હતું કે, સમયસર કામ કરતાં નથી, ખાડા પડી જાય છે તેમ કહી ઝઘડો કહી ફરિયાદીને બે-ત્રણ લાફો મારી દઈ બુમાબુમ કરી લોકોને ભેગા કર્યા હતા અને તમો રૂપિયા ૧૫૦૦૦ની લાંચ માગો છો. તેવો ખોટો કેસ કરવાની ધમકી આપી લોકોને ઉશ્કેર્યા હતા. કતારગામ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



